મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર ફરિયાદી વિક્રમભાઈ પોપટભાઈ લુહારિયા, તેમના કૌટુંબિક ભાઈ બાબુભાઇ લુહારિયા અને મિત્ર રામભાઈ જતા હતા ત્યારે બાબુભાઇ બાઈક ચલાવતા હતા અને આગળ જતાં ટ્રકથી બચવા તેઓએ બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ જતા પાછળ પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાબુબાઈને હડફેટે લઈ ટ્રકના ટાયર નીચે કચડી નાખતા બાબુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી વિક્રમભાઈ લુહારિયા રહે.હળવદ વાળાને ઇજાઓ પહોંચતા અકસ્માતના આ બનાવ બાદ ટ્રક લઈને નાસી ગયેલા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો
