મોરબી : મોરબી નજીક આવેલ લજાઈ ગામે ગ્રામજનોએ વર્ષ 1967ના રોજ અમારી ગાય કદી કતલખાને નહિ જાયનો સંકલ્પ કરી ગામમાં ગૌશાળા બનાવી ગાયોના નિભાવ માટે દર નવરાત્રીમાં પ્રાચીન નાટકો ભજવવાની પરંપરા ચાલી આવે છે.આ પરંપરા મુજબ લજાઈ ગામે નવરાત્રી દરમિયાન તા.5ના રોજ પૂ. સોહમદત બાપુએ લખેલું કૃષ્ણ વસ્ટ્રી યાને દાનેશ્વરી કર્ણ નામનું નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ નાટકમાં એકત્ર થનાર ફાળો ગૌસેવા માટે વપરાશે. આ નાટક જોવા માટે ધર્મપ્રેમી જનતાને નિહાળવા માટે ગ્રામજનોએ ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.
