હળવદ : ગત ડિસેમ્બર માસમાં હળવદ મામલતદાર કચેરી અને કોર્ટ પાસે જાહેર રોડ ઉપર પિસ્તોલથી ફાયરીંગ કરી હત્યાના ગુન્હામાં નાસતા ફરતા વધુ ત્રણ આરોપીઓને હળવદ પોલીસે પકડી પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 26-12-2023ના રોજ હળવદ મામલતદાર કચેરી પાસે છરી વડે હુમલો કરવાની સાથે ફાયરિંગ કરી હત્યા નિપજાવાનો પ્રયાસ કરવાના ગુન્હામાં સંડોવાયેલા ફરાર આરોપી મંગળસિંહ પરમાર, વિજયભાઈ અઘારા અને ધર્મેન્દ્રભાઈ ધામેચાની હળવદ પોલીસે ધરપકડ કરી હતી.
આ આરોપીઓને ઝડપી લેવામાં પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસ તથા એ.એમ.આઈ. અજીતસિંહ નટુભા સિસોદીયા તથા રમેશભાઈ મહાદેવભાઇ ગોહિલ તથા પો.હેડ.કોન્સ વિપુલભાઇ સુરેશભાઈ ભાડિયા તથા પો.કોન્સ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા તથા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ તથા પ્રફુલભાઇ હરખાભાઇ સોનગ્રા તથા હિતેશભાઇ મહાદેવભાઇ સાપરા જોડાયા હતા.
