મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રીનગરમા ભોગીલાલ વાલજીભાઈ અઘારાના મકાન પાસે કલરકામ કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સબ જેલ મોરબી પાસે રહેતા કિશન રામજીગીન ગોડ ઉ.18 નામના યુવાન ઉપર બાજુમાં બની રહેલા બિલ્ડીંગમા સેન્ટિંગ કામ ચાલુ હોય તા.30 સપ્ટેમ્બરના રોજ લોખંડનો સળિયો માથે પડતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કિશનનું મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
