મોરબી : આયુષ હોસ્પિટલ મોરબીમાં ફાયર અને કટોકટી વિભાગ-મોરબી દ્વારા ફાયર એન્ડ સેફટીની સઘન તાલીમ આપવામાં આવી હતી.



મોરબી આજે તા. 4.10.2024 ના રોજ મોરબી ફાયર અને કટોકટી વિભાગ દ્વારા આયુષ હોસ્પિટલ મોરબીના તમામ સ્ટાફને ફાયર અને સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોરબી ફાયર વિભાગના Jayesh Bhai- Leading Fire man તમામ સ્ટાફને ફાયર ફાઈટીંગ કરવાનું શીખવ્યું હતું. સ્ટાફને દર્દીઓની સુરક્ષા અને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવ્યું હતું. આ તાલીમમાં આગના પ્રકારો અને અગ્નિશમન સાધનોના ઉપયોગ વિશે સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.
