મોરબી : મોરબીમાં ગઈકાલથી નવરાત્રીનો પ્રારંભ થતા જ ધારાસભ્ય કાંતિલાક અમૃતિયાએ વિવિધ ગરબીઓની મુલાકાત લઈને લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી કડક ચેતવણી આપી છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી શાંતિ પૂર્વક યોજIઇ તે માટેનું ચુસ્ત આયોજન કરવા બદલ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરીઓ જ્યાં સુધી થાકી ન જાય ત્યાં સુધી તમામ ગરબીઓ ચાલુ રહેશે. એવું મોરબી જિલ્લામાં કલેકટર અને એસપી સાથે મળીને આયોજન કર્યું છે. ત્યારે કોઈપણ ગરીબીમાં લુખાતત્વો ગરબે રમતી દીકરીઓની પજવણી કરતા ધ્યાને આવશે તો સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસની સી ટિમ એટલે મહિલા પોલીસ આવા તત્વોને પુરીને માર મારી કાયદાનું ભાન કરાવશે.
