મોરબી : ABVP મોરબી દ્વારા “મહારેલી” સાથે ” સિંહ ગર્જના ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.




ABVP મોરબી દ્વારા ઊમિયા સર્કલથી OMVVIM કૉલેજ સુધી રેલી સાથે ” સિંહ ગર્જના ” નો કાર્યક્રમ યોજાયો. જેમાં p.g patel કૉલેજ, OMVVIM કૉલેજ, નવયુગ કૉલેજ તેમજ u.n મહેતા આર્ટ્સ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં p.g પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ ઝાલા અને કેમ્પસ મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, OMVVIM કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર અને કેમ્પસ મંત્રી તરીકે રમેશભાઈ આહીર, નવયુગ કૉલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસના અને કેમ્પસ મંત્રી તરીકે મિતભાઈ મનીપરા, U.N મહેતા આર્ટ્સ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે આર્યદીપસિંહ રાઠોડ અને કેમ્પસ મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા સર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આગામી સમયમાં કૉલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવશે જેમાં જોડાવવા માટે :- સંપર્ક નં. 7862842028
