મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ચૌહાણ નામના યુવાનને આરોપી જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂંઘરૂં ભીમજીભાઈ કોળી અને આરોપી હાર્દિક ઉર્ફે પેમલો દીપકભાઈ ઓડ નામના શખ્સોએ તું કેમ ગઈકાલે મુરઘી લેવા ન આવ્યો કહી ગાળો આપી પેટમાં છરી ઝીકી દેતા ઇજાગ્રસ્ત બનેલા સંજયભાઈના પત્ની સંતોષબેને બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
