મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર ફોરમ કંપનીમાં રહેતા મૂળ માધાપર ભુજના પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વાઘેલાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.25 સપ્ટેમ્બરના રોજ તેમના કૌટુંબિક સગા મનસુખભાઈની રીક્ષામાં બેસી તેમનો પુત્ર વીર ઉ.14 સહિતના લોકો જામ ખંભાળિયાથી પરત આવી રહ્યા હતા ત્યારે મનસુખભાઇએ ઓટાળા નજીક રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી લઘુશંકા કરવા જતા પાછળથી અજાણ્યા ટેન્કર ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જી રીક્ષા પલ્ટી ખવડાવી દેતા રીક્ષા પાસે ઉભેલા વીરને તેમજ બબીબેન નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વીર ઉ.14નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પ્રકાશભાઈ વાઘેલાની ફરિયાદને આધારે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે
