Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં બીજા નોરતે પણ સીનસપાટા નાખતા તત્વો પર પોલીસની તવાઈ : 24...

મોરબીમાં બીજા નોરતે પણ સીનસપાટા નાખતા તત્વો પર પોલીસની તવાઈ : 24 ધૂમ સ્ટાઇલ ડિટેઇન

મોરબી : મોરબીમાં નવલા નોરતામાં મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમા મોરચો સંભળનાર શી ટીમે બીજા નોરતે સપાટો બોલાવી બાઈક ઉપર સીન સપાટાના રાસડા લેતા 24 શખ્સના વાહનો ડિટેઇન કરવાની સાથે 3 પીધેલીયાને પકડી પાડી 2 શખ્સને હથિયાર સાથે પકડી પાડયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિપર્વ લોકો આનંદથી માણી શકે અને લુખ્ખા તત્વો લોકોની કનડગત ન કરે તે માટે શહેરમાં 9 શી ટીમને ગરબા સ્થળે તેમજ પેટ્રોલિંગના તૈનાત કરવામાં આવી છે ત્યારે બીજા નોરતે મોરબી સીટી એ ડિવિઝન શી ટીમે શહેરમાં ઘોંઘાટ થાય તેવા મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરાવી સીન સપાટા કરનાર 24 શખ્સના બાઈક ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત ત્રણ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડી બે શખ્સની અંગઝડતીમાં હથિયાર મળી આવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments