
મોરબી : સતત પ્રજા વચ્ચે રહીને પ્રજાના કામોને અગ્રતા આપનાર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાનો આજે જન્મદિવસ છે. તેઓ શરૂઆત જ ભાજપ સાથે જોડાઈને ખરા અર્થમાં લોકનાયક તરીકેની સેવા આપી રહ્યા છે. તેઓ ધારાસભ્ય હમણાં જ બન્યા હોવા છતાં ટુકા ગાળામાં સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ લાવી પ્રજાના અનેક કામો માટે કાર્યરત છે. આવા લોકનાયકનો આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસે રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રે સંકળાયેલા લોકો અને સગા સ્નેહીજનોએ શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો છે.
