બીજા નોરતે વલસાડ એસ પી ડો.કરણરાજ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પોલીસે વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી 71 દારૂ પીધેલા,M.V.ACT હેઠળના 140 કેસ અને દારુ કબ્જાના 28 કેસ કર્યા હતા

હાલમાં નવરાત્રીનો ધાર્મિક તહેવાર ચાલી રહેલ હોય જેથી નવરાત્રી તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આગોતરા આયોજન સારું પોલીસ મહાનિરિક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની સૂચના ને પગલે વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જશ્રી દ્વારા દારૂની હેરાફેરી, વેચાણ કરતા ઇસમો તથા નવરાત્રીના તહેવાર નિમિતે સાર્વજનિક તથા જાહેર સ્થળોએ રમાતા ગરબામાં લોકો દ્વારા દારૂનો નશો કરી ગરબા રમતા તથા દારૂની નશો કરી વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા સારૂ ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય સમગ્ર નવરાત્રી દરમ્યાન સાર્વજનિક તથા જાહેર ગરબીના સ્થળોએ દારૂનો નશો કરી ગરબા રમતા ઇસમો તથા રોમિયોગીરી કરતા ઇસમો તથા દારૂનો નશો કરી વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
જાહેર જનતાને વલસાડ પોલીસની અપીલ છે કે હાલમાં નવરાત્રીનો ધાર્મિક તહેવાર ચાલુ હોય તથા વલસાડ જીલ્લાના અલગ અલંગ સ્થળોએ ગરબા મંડળ દ્વારા ગરબા રમાડવામાં આવી રહેલ હોય જેથી નવરાત્રીના ધાર્મિક તહેવાર નિમિતે જાહેર સ્થળોએ ટ્રાફિકના પોઇન્ટો ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ નાના મોટા ગરબા મંડળોની આજુબાજુમાં રોમીયોગીરી કરતા ઇસમોને પકડવા માટે મહીલા પોલીસની SHE TEAM સતત કાર્યરત છે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ રાખી વિવિધ કેફી પીણાનો નશો કરી વાહન ચલાવતા તથા જાહેરમાં નશો કરી ફરતા ઇસમો ઉપર અંકુશ લાવવા સારૂ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલ વાહન ચાલકો તથા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેથી વલસાડ જીલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, કોઇપણ વ્યકિત નશો કરીને વાહન ચલાવવું નહીં અન્યથા તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

.