
મોરબી : ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના લોકનેતા અને ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાનો ગઈકાલે જન્મદિવસ હતો. આ નેતાને તેમના જન્મદિવસ નિમિતે ગુજરાત ભાજપ સરકારે અણમોલ ભેટ આપી છે. જેમાં તેમની રજુઆતને પગલે ગુજરાત સરકાર દ્વારા ટંકારા-પડધરીના 11.11 કરોડના રસ્તા મંજુર કરવામાં આવ્યા છે.તેમાં ઇશ્વરીયા અમરેલી રોડ,નારણકા એપ્રોચ રોડ જોઈનીગ બાધી ડુંગરકા રોડ,એસ.એસ થી શિવપુર(તરઘરી)રોડ,ગઢડા એપ્રોચ રોડ જોઇનિંગ મોવૈયા અડબાલકા રોડ,ઇશ્વરીયા રાતિયા રોડ,નગર પીપળીયા દોમડા રોડ,સ્ટેટ હાઇવે થી હડાળા રોડ,ઉડ ખીજડીયા એપ્રોચ રોડ, એસ એચ થી જબલપુર રોડ,નવી પીપળી એપ્રોચ રોડ,ભડીયાદ જોધપર નદી રોડ,કાંતિપૂર બગથળા રોડ એમ ટંકારા પડધરી વિસ્તારના 11રોડ મજૂર કરવામાં આવ્યા છે.11 કરોડના ખર્ચે નવા રોડ બનાવવાની મંજૂરી અપાઈ છે. આથી ટંકારા પડધરી વિસ્તારમાં વર્ષોથી ખખડધજ રહેલા અંતરિયાળ માર્ગોનું હવે નવીનીકરણ હાથ ધરાશે તેથી ટંકારા પડધરી વિસ્તારના લોકોમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે. ટંકારામાં નવા રોડ રસ્તા મંજુર કરવા બદલ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.
