મોરબી : મોરબી એલસીબીએ હળવદના જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના રહેણાંક મકાનેથી જુગાર રમતા ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઈ અધારા, કિરણભાઇ જીલુભાઈ ઝીંઝુવાડીયા, અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઈ લક્ષમણભાઇ સરાવાડીયાને રૂ. ૧,૪૬,૬૦૦/-ની રોકડ સાથે પકડી પાડ્યા છે. જ્યારે મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
