મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ખેડૂતોના પાક સંરક્ષણ માટે ખેતર ફરતે ફેન્સીગ માટે સરકાર દ્વારા નાણાકીય સહાય ચુકવવામાં આવે છે. ખાસ કરીને ખેડૂતોના મહામુલા પાકને ભૂંડ અને રોઝના ત્રાસથી બચાવવા માટે સરકારે ફેન્સીગ તાર માટે નાણાકીય સહાય અમલમાં મૂકી છે. જેનાથી ખેડૂતોને નુકશાન થતું અટકે છે. આથી મોરબી જિલ્લામાં ફેન્સીગ યોજના અંતર્ગત ખેડૂતોને 2.46 કરોડની સહાય ચૂકવાય છે. તેવું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી અને ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાએ જણાવ્યું છે.