મોરબી : આજે સોમવારે સવારે મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક એક યુવાને મચ્છુ -3 ડેમમાં છલાંગ લગાવી દેતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે બનાવ સ્થળે દોડી જઈ રેસ્ક્યુ, સર્ચ કામગીરી શરૂ કરી છે, જો કે, હજુ સુધી યુવાનનો પતો લાગ્યો નથી.



પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ-3 ડેમના બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ કુદકો મારી દેતા બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયર ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. જ્યા બનાવ સ્થળેથી એક બાઈક, મોબાઈલ અને પાકિટ મળી આવ્યા હતા. બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને ડૂબેલ વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.