મોરબી : મોરબીમાં અલગ અલગ બે બનાવમા ડૂબી જતાં ત્રણના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જૂના આરટીઓ પુલ પાસે મચ્છુ-3 ડેમમાં ડૂબી જતાં યુવાનનું મોત થયું છે. જમા કૈલા પરેશ અમૃતલાલનું મોત થયું હતું. જો કે આ યુવાને મચ્છુ-3 ડેમમાં જાતે જ ઝંપલાવ્યું હોવાથી તેનું મોત થયું હોવાનું મનાય છે. બીજા બનાવમાં મોરબી તાલુકાના ગુંગણ ગામે ખેત તલાવડીમાં ડૂબી જતાં માતા પુત્રીના મોત થયા છે. જેમાં વિલાસબેન અને તેમની 7 માસની પુત્રી શરીનાનું ડૂબી જતા મોત થયું હતું. આ બનાવમાં માતા-પુત્રીના કેવી રીતે મોત થયા તેનું કારણ બહાર આવ્યું નથી. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


