મોરબી : વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામ ઈસ્માઈલભાઈ હાજીભાઈ ખોરજીયાની નેશનલ હાઇવે નજીક રસીકગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં ઘેટા-બકરાના વાડામાંથી અજાણ્યા તસ્કરો રાત્રીના સમયે ફાર્મહાઉસની જારી તોડી 6 ઘેટાં તથા 25 બકરા મળી કુલ 31 નંગ ઘેટા-બકરા કિંમત રૂપિયા 4.5 લાખ ચોરી જતા વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જયારે બીજા બનાવામાં વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.