હળવદમાં યુવાનની હત્યાના બનાવનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો



મોરબી : હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા યુવાનની મધ્યરાત્રીએ હત્યા થયાના બનાવનો હળવદ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. યુવાનને પોતાની પત્ની સાથે આડોસબધ હોવાની ખબર પડતાં પતિએ જ ખૂની ખેલ ખેલ્યો હતો પોલીસની તપાસમાં હત્યારા પતિએ પોતાની પત્ની સાથે આ યુવાનને આડા સંબંધ હોવાની જાણ થતા જ ભરઊંઘમાં પાઇપ ફટકારી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી છે. આ બનાવમાં પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ હત્યા કેવી રીતે કરી હતી તેનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયા ઉ.33 નામના યુવાનની તેના જ ઘરના ફળિયામાં સુતો હતો તે વેળાએ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા હત્યાના આ બનાવ અંગે મૃતકના પિતા કાળુભાઈ ધીરાભાઈ ઝિંઝુવાડિયાની ફરિયાદના આધારે પોલીસે પાડોશમાં જ ઘરજમાઈ તરીકે રહેતા આરોપી ભરતભાઈ બાબુભાઈ ચોવીસીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી ભરતભાઈ બાબુભાઈ ચોવીસીયાની ધરપકડ કરી પૂછતાછ કરતા આરોપી ભરતે જણાવ્યું હતું કે તેની પત્ની સાથે મૃતક સુખદેવને આડા સંબંધ હોય જેની જાણ થતા સુખદેવ જ્યારે ફળીયામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વધુમાં બનાવ મામલે હળવદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઇ જઈ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગેનું રિકન્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરીમાં આર ટી વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોસબ.ઈન્સ પી.એલ.સેડા હળવદ, એ. એસ. આઈ. અજીતસિંહ નટુભા, એ.એસ.આઈ. રમેશભાઈ મહાદેવભાઈ તથા હે.કોન્સ લાલભા રઘુભા ચૌહાણ, પો.કોન્સ. ગંભીરસિહ વાઘજીભાઈ, તથા પો.કોન્સ હરવિજયસિંહ તથા પો.કોન્સ દેવેન્દ્રસિહ દેવપાલસિહ તથા પો.કોન્સ બીપીનભાઈ મંગળભાઈ (મોરબી એલ.સી.બી.),પો.કોન્સ પ્રફુલભાઈ હરખાભાઈ, પો.કોન્સ. હિતેશભાઈ મહાદેવભાઈ હળવદ પો.સ્ટે.ના તથા એલ.સી.બી મોરબીની ટીમ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.