
સંગાથ વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો ને માળીયા પોલીસ સ્ટેશન ખાતે લાવી ને નવરાત્રી રાસોત્સવમાં ગરબા ની રમઝટ બોલાવી,નવરાત્રિ પર્વ ની ઉજવવાની હિન્દુ મુસ્લિમની દીકરીઓ એક સાથે મળી ને ગરબાની રમઝટ બોલાવી કોમી એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,


માળીયા(મી) પોલીસ પરીવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય નવરાત્રી રાસોત્સવમાં નું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલા તથા માળીયા(મી) પીઆઇ આર સી ગોહીલ તથા અન્ય પોલીસ જવાનો ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો.જેમાં સંગાથ વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો ને માળીયા પોલીસ સ્ટેશન ખાતે લાવી ને નવરાત્રી રાસોત્સવમાં ગરબાની રમઝટ બોલાવી હતી.સાથે સાથે ૧૬૦થી વધું નાની બાળોઓ ગરબા ની રમઝટ બોલાવી હતી. નવરાત્રિ મહોત્સવ માં હિન્દુ મુસ્લિમની દીકરીઓ એક સાથે મળી ને ગરબાની રમઝટ બોલાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,ગરબે રમવા આવેલ તમામ બાળાઓ માતાઓ બહેનોને ગરમ નાસ્તો તેમજ ૧૬૦ થી વધું બાળાઓને લાહાણી આપવામાં આવી હતી.સારૂ પરફોર્મન્સ કરનાર પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યું હતું.


માળીયા,મી,પોલીસ પરીવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી મહોત્સવમાં બાળાઓ બહેનો માતાજીના ગરબે રમીને ધન્યતા અનુભવી હતી, ખૈલૈયાઓ ને લાહાણી કરવામાં આવી હતી તેમજ ગરમ ગરમ અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો, . માળીયા (મી)પોલીસ પરિવાર દ્વારા આ નવરાત્રી મહોત્સવના સુંદર આયોજન આયોજન કરવામાં આવ્યું હતું,
સમગ્ર નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવવા માળીયા મી પોલીસ પરીવાર અને સ્ટાફ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.
