
હળવદ – તા. 04/10/2024 (ભાઈઓ )અને 05/10/2024(બહેનો )ના રોજ મોરબી જિલ્લા કક્ષા ની સ્કેટિંગ સ્પર્ધા માં સાંદિપની ઇંગલિશ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ એ ખુબજ ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર – 11 વર્ષ, 14 વર્ષ 17 વર્ષ તથા 19 વર્ષ દરેક કેટેગરી ઇનલાઇન સ્કેટિંગ અને કવાડ સ્કેટિંગ માં ભાગ લઈ 5 વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન,જેમાં ઠક્કર પર્વ 500 તથા 1000મીટર, પરમાર પૂર્વ 1000 મીટર, અને ચૌહાણ મહાવીર 500 મીટર તથા 1000 મીટર.
4 વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન, ઠક્કર વિહાન 1000 મીટર, પરમાર પૂર્વ 500 મીટર અને ડોડીયા વિશ્વજિત 500 તથા 1000 મીટર.8 વિદ્યાર્થીઓ એ તૃતીય સ્થાન ચાવડા પ્રશાંત 500 તથા 1000 મીટર વિહાન 500 મીટર પટેલ ભવ્ય 1000 મીટર સારદીયા વિઠ્ઠલ 500 મીટર માં, ચાવડા ભૂમિ 500 તથા 1000 મીટર અને પરમાર સાંજના 1000 મીટર માં પ્રાપ્ત કરી સાંદિપની સ્કૂલ તથા સમગ્ર હળવદ તાલુકાનું ગૌરવ વધારેલ તે બદલ સાંદિપની શાળાના સંચાલક ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ ઠક્કર તથા શાળાના પ્રિન્સિપાલ તથા કોચ જીતુસર દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવેલ અને રાજ્ય કક્ષા એ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે…