મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે અજય લોરીયા અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહિદ જવાનોના પરિવાર તેમજ પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઇકાલે આઠમાં દિવસે જાહેર સ્ટેજ પરથી અજય લોરીયાએ પાટીદાર નવરાત્રિમાં થયેલ નફાનો હિસાબ રજૂ કર્યો હતો.


અજય લોરીયાએ સ્ટેજ પરથી જાહેર કરતા કહ્યું હતું કે, પાટીદાર નવરાત્રિ મહોત્સવનું 2015થી આયોજન કરવામા આવે છે. અને આઠમના દિવસે જાહેર સ્ટેજ પરથી અને નૌમના દિવસે હિસાબ આપવામાં આવે છે. ત્યારે મારી ટીમ સાથે માં ઉમિયાની સાક્ષીએ જાહેર કરૂ છું કે, આ નવરાત્રિમાં આવક-જાવક ખર્ચો બાદ કરતા 41.37 લાખનો નફો થાય છે. તેમાંથી 15 લાખ રૂપિયા પાટીદાર કરિયર એકેડમીમાં ચેક મારફતે આપવામાં આવ્યા છે. તેમજ 8 દિવસ દરમિયાન શહિદ જવાનોના પરિવારજનોને ચેક આપવામાં આવ્યા છે. ત્યારે આ નવરાત્રિ વિશ્વાસભાવે થતી હોવાથી લોકો અમારા પર વિશ્વાસ મુકે છે.તેવું જણાવ્યું હતું.