મોરબી : ગત તા.3ના રોજ મોરબીના વિશિપરામ રહેતા સાહિલ ઇકબાલભાઈ શાહમદાર ઉ.17 નામનો સગીર બાઈક લઈ મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે માળીયા નજીક આવેલ હોટલ પરંપરા પાસે સાહિલનું બાઈક સ્લીપ થતા રોડ ઉપર પડી ગયો હતો. બરાબર આજ સમયે પાછળ બાઈક લઈને આવી રહેલા જયેશ પંચાસરાનું બાઈક સાહિલ ઉપર ફરી વળતા સાહિલનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં સાહિલના પિતા ઇકબાલભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.