નવરાત્રીના સાત દિવસમાં 19 પીધેલા પકડાયા, 121 વાહનો ડિટેઇન
મોરબી : મોરબીમાં નવરાત્રી દરમિયાન નારી સુરક્ષાને ધ્યાને લઈને એસપીએ ખાસ મહિલા પોલીસની સી ટિમને મેદાને ઉતારી હતI.આ સી ટીમે નવરાત્રીના સાત દિવસ દરમિયાન રોડ રોમિયો વિરુદ્ધ તેમજ પીધેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી 121 વાહનો ડિટેઇન કરી 19 પીધેલાને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબીમાં ખાસ કરીને રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરતી બાલિકાઓ, યુવતીઓની સુરક્ષા માટે એસોપી રાહુલ ત્રિપાઠીએ એ ડિવિજનની મહિલા પોલીસની સી ટીમને મેદાને ઉતારી રોડ સાઈડ રોમિયો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપતા સઘન પેટ્રોલિંગ કરી ગરબીની મુલાકાત લઈ તથા પેટ્રોલિંગ દરમિયાન તા.3/10/24 થી 10/10/24 સુધીમાં કેફી પીણું પીધેલા19
નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાઇલેન્સર ફિટ કરી ઘોંઘાટ કરતા 121 મોટર સાઇકલ ડિટેઇન કર્યા હતા. સાથે જ નવરાત્રિ દરમિયાન શી ટીમ અને પોલીસ જવાનોએ હાથ ધરેલ સઘન ચેકીંગમાં જાહેરમાં હથિયાર સાથે રાખતા ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના ચાર ગુન્હા દાખલ કરી કેફી પીણું પી વાહન ચલાવતાં ચાલકો વિરુદ્ધ 7 ગુન્હા દાખલ કરી લોકોની સુરક્ષા માટે પોલીસે સતત કડક કાર્યવાહી ચાલુ રાખી હતી.