પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવા કે રીન્યુ કરવા જેમની પાસેથી પૈસા લીધા હોય તેવા લોકોને તુરંત જાણ કરવા બી ડિવિઝન પોલીસે અનુરોધ કર્યો
લોકોને અપીલ કરી છે કે જેઓ પાસેથી પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવા તથા રીન્યુ કરવા પૈસા લેવામાં આવ્યા હોય, તેવા લોકોને પોલીસનો સંપર્ક કરે.
રાધેશ બુદ્ધભટ્ટી, જયદેવ બુદ્ધભટ્ટી અને મયુર બુદ્ધભટ્ટી નામના ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી પેટ્રોલપંપ સંચાલક કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાધેશ બુદ્ધભટ્ટીએ અગાઉ દિવ્યદ્રષ્ટિ મીડિયા ગ્રુપનું કાર્ડ 4 હજારમાં આપ્યા બાદ કાર્ડ રીન્યુ કરાવવા માટે 3 હજાર માંગતા ફરિયાદીએ ના પાડતા આરોપીએ તમે પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવો કથિત આરોપ લગાવી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ચડાવ્યો હતો.
બાદમાં આ મામલે સોશિયલ મીડિયામાં ચડાવેલ વીડિયો ડીલીટ કરવો હોય તો 50 હજાર આપવા પડે તેમ કહી બ્લેક મેઇલિંગ કરતા ફરિયાદી કૃષિત સુવાગિયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
આ મામલે બી ડિવિઝન પોલીસે એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ લોકો પાસેથી પૈસા લઇ પોતાના પ્રેસના આઇકાર્ડ કાઢી આપી લોકો પાસેથી પૈસા મેળવી લીધેલ હોવાનું તપાસમા જણાઇ આવેલ છે. તો આવા શકસોનો કોઇ ભોગ બનેલ હોય કે કોઇએ આવા પૈસા આપીને પ્રેસના આઇ કાર્ડ લીધેલ હોય કે રીન્યુ કરાવેલ હોય તેવા લોકોને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન મો.નં. ૭૮૭૮૬ ૫૪૩૪૩ અથવા મો.નં. ૯૯૦૯૦ ૦૧૧૦૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.