મોરબી : વાંકાનેરના દલડી ગામે રહેતા ફરિયાદી મહેબૂબ મામદભાઈ પરાસરા પોતાના ઘરનો જૂનો ઝાપો કાઢી નવો ઝાપો નાખવા માટે માપ લેતા હતા ત્યારે આરોપી ઉસ્માન હૈયાતભાઈ પરાસરા, જીલુબેન ઉસ્માનભાઈ પરાસરા અને નઈમ ઉસ્માનભાઈ પરાસરાએ આવી ઝઘડો કરી કહ્યું હતું કે, તમે કેમ આમારો ચાલવાનો રસ્તો બંધ કરો છો ? બાદમાં લાકડી અને ધોકા વડે માર મારી સાહેદ આશિયાનાબેન સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.