મોરબી : નવરાત્રી તહેવાર અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ તેમજ મહિલા પોલીસની સી ટીમ દ્વારા તા.૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ દરમ્યાન લોકો ભયમુક્ત રીતે તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કુલ ૩૨૦ વાહનો ડિટેઇન કરવામાં આવેલ તથા ઇંગ્લીશ દારૂના ૧૫ કેસ તથા દેશી દારૂના ૧૨૦ કેસ તેમજ ડ્રંક એન્ડ ડ્રાઇવના-૨૫ કેસ તથા કેફી પીણું-પીધેલ ૮૦ કેસ તથા જાહેરમાં હથીયાર સાથે રાખતા ઇસમો વિરૂધ્ધ જાહેરનામા ભંગના ૧૦ કેસ કરવામાં આવેલ છે.