Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી પાટીદાર શિક્ષક સમાજ-નો વાર્ષિક સમારોહ મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાયો

મોરબી પાટીદાર શિક્ષક સમાજ-નો વાર્ષિક સમારોહ મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાયો

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતમાં વાર્ષિક સમારોહ યોજાયો મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ *મોરબી પાટીદાર શિક્ષક સમાજ* દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે *હું નહિ આપણે* ની ભાવના ઉજાગર થાય એ માટે *સ્નેહમિલન, રાસોત્સવ,તેજસ્વીતા સન્માન અને વિદાય સન્માન સમારોહ* નું અદકેરું દેદીપ્યમાન આયોજન દ્વારકાધીશ હોલ ખાતે સમાજની રાજકીય, સામાંજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો

જેમાં પાટીદાર શિક્ષક સમાજ – મોરબી દ્વારા સ્નેહમિલન, તેજસ્વિતા સન્માન અને રાસોત્સવ જેવા કાર્યક્રમોને સાંકળતો ‘વાર્ષિક સમારોહ’ યોજાયો. મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અદકેરા સમારોહનું આયોજન થયું. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા,કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી-માળીયા, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કે.એસ.અમૃતિયા મહામંત્રી જિલ્લા ભાજપ,પૂર્વ નાયબ નિયામક ડો.વી.બી.ભેંસદડીયા, નથુભાઈ કડીવાર અગ્રણી રાજકીય હસ્તી વગેરે ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત, જયંતિભાઈ જે.પટેલ, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ પી.ડી. કાંજીયા જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા વગેરેએ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી. સર્વે મંચસ્થ મહાનુભાવોને કુમ કુમ તિલક કરી તથા પુચ્છગુછ અર્પિત કરી આવકારવામાં આવ્યા. શાબ્દિક સ્વાગત હર્ષદભાઈ મારવણિયા દ્વારા થયું. ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ પાટીદાર શિક્ષક સમાજની રચનાનો હેતુ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન 2047 માં વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે પણ મને એમ લાગે છે કે આજે 98 અને 99 ટકા લાવતા દિકરા દિકરીઓ ભારતને 2040 માં જ વિકસિત રાષ્ટ્ર બનાવી દેશે તેમજ રાષ્ટ્ર ઘડતર અને સંસ્કારી સમાજનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોના શિરે છે, કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્યે શિક્ષકોની ઉત્તમ પ્રવૃત્તિ બદલ અભિનંદન આપ્યા હતા.પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કે જેઓ પાટીદાર શિક્ષક સમાજના અત્યાર સુધીના પાંચે પાંચ વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત રહયા છે એમને નાનાભાઈ ભટ્ટ,મનુભાઈ પંચોલી દર્શક,ઓ.આર.પટેલ વગેરે જેવા શિક્ષકરત્નોના ઉદાહરણો આપી શિક્ષકોનું મહાત્મીય વર્ણવ્યું હતું.આમ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપીને શિક્ષકોની પીઠ થાબડી હતી, સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ જવાહર નવોદય વિદ્યાલય તેમજ અન્ય પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું. નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું. આભારદર્શન સંદીપ આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, અશ્વિન એરણિયા, રમેશ કાલરીયા, સંજય બાપોદરિયા, કિરણ કાચરોલા,જીજ્ઞેશ રાબડીયા, શૈલેષ કાલરીયા,મુકેશ બરાસરા, રમેશ ભાટીયા,અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા,અશોક વસિયાણી,સતીષ જીવાણી,રાજેશ મોકાસણા સંજયભાઈ કોટડીયા, ગિરીશ કલોલા અને સંદીપ લોરિયા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહના દાતા રાજેશભાઈ ઘોડાસરા અને સંજયભાઈ કોટડીયાનું સન્માન કરવામાં આવ્યું. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું. સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ અને રાસોત્સવનું આયોજન થયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments