મોરબી : ચકચારી નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ માટે સીબીઆઈની ટિમ મોરબી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 9 વર્ષથી આ ગુન્હાના આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો હુકમ કર્યો હતો. 14 વર્ષના નિખિલની તેની સ્કુલ ખાતે થી 15-12-2015 ના રોજ અપહરણ કરીને બાદ હત્યા કરી 18 ડિસેમ્બર ના રોજ કોથળામાં પેક કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ કેસમાં મોરબીની પોલીસ તેમજ સીઆઇડી ક્રાઈમની ટિમ પણ ખાસ કંઈ ઉકાળી શકી નથી. શાળાની બહાર નિખિલને કોઈ સ્કૂટરમાં લઇ જતો હોય ત્યાંથી તપાસ અટકી ગઈ છે. તેના શરીર પર અંદાજીત 15 જેટલા તિક્ષણ હથિયારના ઘા મારેલ હતા આ કેસ પ્રથમ સ્થાનિક પોલીસ અને બાદમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવેલ હતી. હવે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવતા તપાસ ટિમ આજે મોરબી આવી છે.