ખર્ચાના પૈસા માંગવા બાબતે યુવાનની હત્યા થયાનું બહાર આવ્યું
મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાનની તેના જ કૌટુંબિક સગાએ પાવડાના હાથના ઘા ઝીકી હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ખર્ચાના પૈસા માંગવા બાબતે યુવાનની હત્યા થયાનું બહાર આવ્યું
વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાન સંદીપ રાજેશ જોશી નામના યુવાનની હત્યા કરાઈ હોવાની મૂળ બલાબેહટ ઉત્તરપ્રદેશના વતની અને મૃતકના કૌટુંબિક ભાઈ રાહુલ પુરનલાલ જોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે રાજેશ જોશી સનપાર્ક સિરામિક ફેકટરીમાં એકલો જ અલગ ઓરડીમાં રહેતો હતો. ગઈકાલે રાત્રે મૃતક સંદીપે તેના જ ગામના આરોપી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોશી પાસે ખર્ચાના રૂપિયા માંગતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં રાનું ઉર્ફે પ્રવીણે સંદીપને પાવડાના હાથ વડે બેફામ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.