મોરબી : યોગરાજસિંહ નટુભા પરમાર તા. ૮/૮/૨૦૦૬ થી પોલીસ વિભાગમાં નોકરી પર જોડ્યા. વર્ષ ૨૦૧૨માં પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ખાતેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે બદલી થતા વાંકાનેર સીટી પો.સ્ટે ખાતે ફરજ બજાવતા હતા. ત્યાંથી ડેપ્યટેશન પર મોરબી ના.પો.અધિ.ની કચેરી ખાતે ફરજ બજાવતા હતા. નવનિર્મિત મોરબી જિલ્લાની રચના થતાં પોલીસ અધિક્ષકના અંગત મદદનીશ તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવેલ છેલ્લા એક વર્ષથી જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા અને ખાતાકીય પરીક્ષા માં ઉત્તિર્ણ થતાં પો.સ.ઈ. તરીકે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નિમણૂંક કરવામાં આવેલ છે.મોરબી ડેઈલી ટીમ તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
