મોરબી : મોરબીમાં શાકભાજી લેવા નીકળેલા યુવાનનું ડમ્પરની હડફેટે મોત નીપજ્યું હતુઁ આ બનવાની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.13ના રોજ રાત્રીના સમયે જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈ રહેલા મધ્યપ્રદેશના વતની પ્રેમસિંગ રામસિંગ દાગી ઉ.35 નામના યુવાનને જીજે – 02 – એક્સએક્સ – 7690 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રેમસિંગનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના મોટાભાઈ જીવનસિંગ દાગીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.