મોરબી : મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટર કે.બી. ઝવેરીનું સન્માન કરાયું છે. એકતા એજ લક્ષ્ય સંગઠને જણાવ્યું હતું કે,મોરબીમાં જિલ્લા કલેકટર તરીકે કે.બી. ઝવેરીની નિમણૂક થતા જ તેઓએ પ્રજા હિતમાં સારા કામો કર્યા છે. પ્રજાના કામો કરીને તેઓએ પ્રજાના સાચા કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે થોડા સ્મયમાં જ છાપ ઉભી કરતા આ બાબતની નોંધ લઈને એકતા એજ લક્ષ્ય સંગઠનને કલેકટર કે. બી. ઝવેરીનું સન્માન કરી તેમને તલવાર ભેટમાં આપી હતી.
