મોરબી :હળવદ શહેરમાં આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ઓપરેટર મનોજ રામાશંકર યાદવે હળવદ પોલીસ મથકમાં આરોપી અજયભાઇ સુરેશભાઇ કુડેચા, હાર્દિકભાઇ સુરેશભાઇ કુડેચા, સુરેશભાઇ કુડેચા, શીતલબેન સુરેશભાઇ કુડેચા, સંજયભાઇ ચંદુભાઇ કુડેચા અને વિજયભાઇ ચંદુભાઇ કુડેચા રહે બધા હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાને પૈસાની જરૂરત હોવાથી શેઠ પાસે પૈસા માંગતા શેઠે સુપરવાઈઝર અજય સુરેશ કુંડચાને 1000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું કહી અજય પાસેથી પૈસા લઈ લેવાનું કહેતા ફરિયાદી મનોજભાઈએ અજયને ફોન કરતા અજયે બે ત્રણ વખત ફોન કરવા છતાં અજયની માતા શીતલબેને ફોન ઉપડતા મનોજભાઈએ પૈસા બાબતે ઉંચા અવાજે વાત કરતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ આઈ ટવેન્ટી કાર લઈ કારખાને ધસી આવ્યા હતા અને મનોજભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારતા તેના સાથેના ઉપેન્દ્રભાઈ તથા શશીકાંતભાઈ વચ્ચે પડતા તેમને પણ માર મારી જતા જતા કાર ત્રણેય ઉપર ચડાવી દેતા ત્રણેયને ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી.