મોરબી : મોરબીમાં વારંવાર વિદેશી દારૂના ગુન્હા આચરતા બુટલેગરને તેમજ વ્યાજખોરીમાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલા બે શખ્સને પાસા તળે ધરપકડ કરી અલગ અલગ જેલમાં ધકેલી દેવાયા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા કાલિકા પ્લોટમાં રહેતા અને અવાર નવાર વિદેશી દારૂના ગુન્હા આચરતા આરોપી સમીર રફીકભાઈ પલેજા અને વારંવાર વ્યાજ વટાવની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા દુષ્યંત ઉર્ફે કિશન મહેશભાઈ અજાણા વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવતા દરખાસ્ત મંજુર થતા પોલીસે આરોપી સમીરને ભાવનગર જેલમાં તેમજ દુષ્યંતને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.