મોરબી : મોરબીમાં અલગ અલગ બનાવમાં ત્રણના અપમૃત્યુ નોંધાયા છે. જેમાં મોરબીના લાલપર નજીક આવેલ સોલો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા કૈલાશબેન વનરાજભાઈ ચૌહાણ ઉ.26 નામના પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવમાં મૃતક કૈલાશબેનના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનુ બહાર આવતા પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયાનગરમાં રહેતા વિપુલભાઈ મગનભાઈ કાચરોલા ઉ.47 નામના યુવાને રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને જીવનનો અંત આણી લીધો હતો. તેમજ અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના દલવાડી સર્કલ નજીક વૃંદાવન પાર્કમાં રહેતા મનસુખભાઇ કરશનભાઇ ભાડજા ઉ.65નું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. આ ત્રણેય બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.