મોરબી : હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ચુનીલાલ શાંતિલાલ વિરડીયાની વાડીએ થ્રેસર મશીનથી મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે થ્રેસર મશીન અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા થ્રેસરમાં કામ કરી રહેલ મૂળ મધ્યપ્રદેશની વતની જિયાબેન સોફાનભાઈ રાઠવા ઉ.18નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અલ્પેશભાઈ નામના યુવાનને વીજશોક લાગતા ઇજાઓ પહોંચતા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.