મોરબી : વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાન સંદીપ રાજેશ જોશી નામના યુવાનની હત્યા થઈ જતા મૂળ બલાબેહટ ઉત્તરપ્રદેશના વતની અને મૃતકના કૌટુંબિક ભાઈ રાહુલ પુરનલાલ જોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સંદીપ રાજેશ જોશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક સંદીપ સનપાર્ક સિરામિક ફેકટરીમાં એકલો જ અલગ ઓરડીમાં રહેતો હતો. મૃતક સંદીપે તેના જ ગામના આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોશી પાસે ખર્ચાના રૂપિયા માંગતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં રાનું ઉર્ફે પ્રવીણે સંદીપને પાવડાના હાથ વડે બેફામ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટના આદેશથી જેલહવાલે કર્યો છે.