મોરબીમાં આપઘાતના ચકચારી બનાવમાં મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં આરોપી સવજીભાઈ ગાંડુભાઈ ફેફર દ્વારા વકીલ આશિષ ડી ચાવડા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ચકચારી પ્રકરણના ગુનામાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે
જેમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ આશિષ ડી ચાવડા રોકાયેલ હતા જેની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા આરોપી તરફેના વકીલ આશિષ ચાવડાએ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા દલીલોને માન્ય રાખી સેસન્સ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે
જે કેસમાં આરોપી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ હાલ્પરા, આશિષ ચાવડા, સુરેશ વાઘાણી, મીતરાજસિંહ જાડેજા, મનદીપસિંહ ઝાલા રોકાયેલ હતા
