Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસિદ્ધિ એને જ વરે જે પરસેવે રેબઝેબ ન્હાય એ કહેવતને સાર્થક કરતાં...

સિદ્ધિ એને જ વરે જે પરસેવે રેબઝેબ ન્હાય એ કહેવતને સાર્થક કરતાં માધાપરવાડી ગામના શિક્ષિત મહિલા

મોરબી : આજના આ આધુનિક યુગમાં માણસ શ્રમનું મહત્વ ભૂલતો જાય છે. મહેનતના મહત્વને અવગણતો થયો છે, એક સમયે પરિશ્રમને જ પારસમણિ ગણતાં હતા પણ સાંપ્રત સમયમાં ભણેલો ગણેલો શિક્ષિત વ્યક્તિ માત્ર વ્હાટ કોલર જોબને જ પ્રાધાન્ય આપતો થયો છે. હાર્ડવર્ક કરવાના બદલે સોફ્ટવર્કને જ મહત્વ આપે છે. ત્યારે મોરબીના માધાપરવાડી વિસ્તારમાં રહેતા કોમલબેન ધનજીભાઈ પરમારે પરિશ્રમ એજ પારસમણિ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

કોમલબેન પરમારે બી.એસ.સી.ની ડિગ્રી જે.એ.પટેલ મહિલા કોલેજમાંથી લઈ પ્રભાબેન પટેલ કોલેજમાં એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરી છે. આટલા બધા સુશિક્ષિત હોવા છતાં વકીલ તરીકેની સનદ મેળવવા ઘરખર્ચને પહોંચી વળવા આર્થિક ઉપાર્જન કરવા માટે હાલ તેઓ જે નડતરરૂપ ઝાડ હોય એને કાપી લાકડા એકત્ર કરવાનું કઠિન પરિશ્રમ વાળું કામ કરી રહ્યા છે. આમ અન્ય મહિલાઓ માટે કોમલબેન પરમાર પ્રેરણારૂપ કિસ્સો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments