Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiખાખીની ઈમાનદારી : મોરબીમાં રૂ.1.54 લાખના ઘરેણાં અને રોકડ ભરેલું પર્સ મૂળ...

ખાખીની ઈમાનદારી : મોરબીમાં રૂ.1.54 લાખના ઘરેણાં અને રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત આપ્યું

મોરબી : મોરબીમાં રૂ.1.54 લાખના ઘરેણાં અને રોકડ ભરેલું પર્સ એક મહિલા રિક્ષામાં ભૂલી ગયા બાદ બી ડિવિઝન પોલીસે નેત્રમ શાખાની મદદથી રીક્ષાચાલકને શોધી મહિલાને પોતાનું પર્સ પરત અપાવ્યું છે.

કૈલાશબેન આદ્રોજા રહે. રામકો બંગલો રવાપર રોડવાળા ગાંધીચોકથી મહેંદ્રનગર ચોકડી સી.એન.જી. રિક્ષામા આવ્યા હતા. તેઓ પોતાનુ પર્સ ભુલી ગયેલ હોય જેમાં સોનાના ઘરેણા અંદાજીત કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૪૦૦૦/- હતા. જે બાબતે બી ડિવિઝન પો.સ્ટે. આવીને જાણ કરતા ડી.એમ. રાંકજાએ નેત્રમ શાખાની મદદથી સી.એન.જી. રિક્ષાને શોધી કાઢતા સી.એન.જી. રિક્ષા ચાલક મહેન્દ્રભાઇ હેમરાજભાઇ શ્રીમાળી રહે-રોહીદાસપરા મોરબીવાળા પોતે બે દીવસથી પોતાની રિક્ષામા પર્સ લઇને અરજદારને શોધતા હોવાનું જણાઇ આવેલ અને રીક્ષા ચાલકે પોતાની ઇમાનદારી દાખવી જેથી રિક્ષા ચાલકને હાથે જ અરજદરાને પોતાનુ પર્સ પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે. તેમ એન.એ.વસાવા – પો.ઇન્સ. મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments