મોરબી : મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના લોકો માટે શરદોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં સમાજના યુવક યુવતીઓએ મોડે સુધી શરદ પૂનમની રઢિયાળી રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મસમાજ માટે શરદ પુનમની ઉજવણી કરાઈ હતી.


મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રઢીયાળી રાતે ડાંડિયારાસનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજના પરિવાર માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ લોન પાર્ટી પ્લોટમાં શરદ પૂનમની રઢીયાળી રાતની ઉજવણી દાંડીયારાસ સાથે કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુઁ ત્યારે મોરબીના તમામ બ્રહ્મ સમાજના પરિવારોને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ લોન પાર્ટી પ્લોટ ખાતે શરદ પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદનીથી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહાર લેવા માટે પધારવા આમંત્રણ પાઠવાતા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને મોડે સુધી રાસ ગરબાની ધૂમ મચાવી હતી. જેમાં નંબર વન ખેલૈયાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા . આ તકે બ્રહ્મ સમાજના અગ્રણીઓએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જયદીપભાઈ મહેતા(પ્રમુખ,પરશુરામ યુવા ગ્રુપ),ઋષિભાઈ મહેતા(મહામંત્રી,પરશુરામ યુવા ગ્રૂપ)ધ્વનિત ભાઈ દવે(મહામંત્રી,પરશુરામ યુવા ગ્રુપ),હાર્દિક ભાઈ ભટ્ટ(મહામંત્રી, પરશુરામ યુવા ગ્રૂપ)સહિતના લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી.
