હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અર્જુનભાઇ બીજલભાઈ તડવી ઉ.55 નામના આધેડ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું કરુણ મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી છે.આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.