મોરબી : સમગ્ર મોરબી જિલ્લા પોલીસ બેડાએ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયના આદેશ મુજબ નવરાત્રી દરમિયાન ચુસ્તપણે બંદોબસ્ત રાખ્યો હતો.ખાસ કરીને મહિલા પોલીસની સી ટીમ મહિલાઓનું સુરક્ષા માટે મેદાને ઉતરી હતી અને ક્યાંય પણ અનિચ્છનીય હરકત કરતા જણાય એવા તત્વોને સીધાદોર કરી દીધા હતાં. તમાય પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાબિત કરવા માટે નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ચા-પાણી, નાસ્તો સહિતના તમામ નાના વેપારીઓએને કોઈજાતની દખલગીરી વગર ધંધો કરવા દીધો હતો. એ બદલ સામાન્ય વેપારીઓએ મોરબી પોલીસ અને સરકારનો આભાર માન્યો હતો.