જુના રેલવે સ્ટેશન રોડ જનરલ સ્ટોરમાં ચેકીંગ કરતા ઇજનેરને પ્લાસ્ટિકના પાઈપથી ફટકારી આરોપીઓ ત્રિકમ લઈ પાછળ મારવા દોડ્યા
મોરબી : માળીયામાં ચોરી પે સીના જોરીની જેમ અહીં બધા વીજ ચોરી કરે છે તેથી વીજ ચેકિંગ કરવા આવતા નહિ તેમ કહી આરોપીઓ ઈજનેર ઉપર હુમલો કર્યાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઇ છે. જુના રેલવે સ્ટેશન રોડ જનરલ સ્ટોરમાં ચેકીંગ કરતા ઇજનેરને પ્લાસ્ટિકના પાઈપથી ફટકારી આરોપીઓ ત્રિકમ લઈ પાછળ મારવા દોડ્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માળીયા મિયાણા ગામમાં વીજ ચોરી પકડી પાડવા ઉપર અધિકારીની સૂચનાથી પીપળીયા ચાર રસ્તા સબ ડિવિઝનના ઈજનેર અલ્કેશભાઈ સવસીભાઈ ડામોર રહે. રવાપર રોડ, એવન્યુ પાર્ક, મોરબી સહિતની ટીમ વીજ ચેકીંગમાં ગઈ હતી. બાદમાં માળીયા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં વીજ ચેકીંગ દરમિયાન રેલવે ફાટક પાસે આવેલ આરોપી નવાબ ઈશુબ જેડાના જનરલ સ્ટોર ખાતે જઈ વીજળીનું મીટર છે કે તેમ પૂછતાં આરોપી નવાબ ઈશુબ જેડા એક્દમ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, અહીં બધા વીજ ચોરી જ કરે છે અહીં ચેકીંગ કરવા આવતો નહિ. બાદમાં આરોપી નવાબ ઈશુબ જેડા અને આરોપી ફૈજાન મુરાદભાઈ નામના શખ્સોએ દુકાનમાંથી પ્લાસ્ટિકનો પાઇપ લઈ ફરિયાદી અલ્કેશભાઈને બેફામ માર મારતા સાથે રહેલા સિક્યુરિટી ગાર્ડે પાઇપ પડાવી લેતા આરોપીઓ દુકાનમાંથી ત્રિકમ લઈને આવ્યા હતા અને હવે પછી જો વીજ ચેકીંગમાં આવ્યા તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા વીજ કર્મચારીઓની ટીમ બનાવ સ્થળેથી ગભરાઈને જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ઇજનેરે માળીયા મિયાણા સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી