16 બાઇક કબ્જે પણ કર્યા : પકડાયેલા શખ્સે મોરબી જિલ્લામાંથી 6 બાઇક ચોર્યાનું ખુલ્યું
મોરબી : મોરબી એલસીબીએ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાનના એક રીઢા ચોરને કુલ-૧૬ મોટર સાયકલો સાથે પકડી પાડી બાઇક ચોરીના ૧૭ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરી કુલ કિ.રૂ.૬,૦૫,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
મોરબી જિલ્લા પોલીસના ટેકનીકલ સ્ટાફે શંકાસ્પદ ઇસમોના ફોટાઓ તથા વીડીયો ફૂટેજ જાહેર કર્યા હતા. એલસીબી ટીમને બાતમી મળેલ કે એક શંકાસ્પદ શખ્સ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ જઇ રહ્યો છે. જેના આધારે ટીમે હરીશભાઇ મોહનલાલ કાનારામ પુનીયા ઉ.વ.૨૮ રહે. જી.બાડમેરને પકડી પૂછતાછ કર્યા બાદ પોકેટ કોપ મારફતે સર્ચ કરતા બાઇક ચોરીનું હોવાનું ખુલ્યું હતું.આથી પુછપરછ કરતા પોતે આ બાઇક આજથી આશરે ચારેક માસ પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટ પાસેથી ચોરી કરી લીધેલ હતુ તેવું કબુલ્યુ હતું. આ સીવાય તેણે મોરબી રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ- અલગ સમયે કુલ ૧૭ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા જે ગુનાઓના તમામ મોટર સાયકલ કબ્જે કરી આ બાબતે ખરાઇ કરતા મોરબી જિલ્લામાં ૬ બાઇક તથા રાજકોટ શહેરમાં ૪, પાટણ જિલ્લામાં ૩, બનાસકાંઠા જિલ્લામાં ૪ મળી કુલ-૧૭ ગુનાઓ કર્યાની કબૂલાત આપી હતી.
