વાંકાનેરમાં ખાણના સંચાલકો વચ્ચે ચાલતો ડખ્ખો લોહિયાળ બનતા એક ખાણના સંચાલકની આઠ શખ્સોએ કરપીણ હત્યા કરી નાખી હતી. આ હત્યાનો બનાવ સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી જઈને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રહેતા અને વાંકાનેરના ભીમગુડા ગામે પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી બેલાના પથ્થર કાઢી વેપાર કરતા કરશનભાઈ નગાભાઈ કરમુરે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને તથા તેના ભાઈ સામતભાઈને ખાણ તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે ડખ્ખા ચાલતો હોય એ ડખ્ખાનું મનદુઃખ રાખી ગત રાત્રીના સમયે સામતભાઈ પાડધરા ચોકડી ખાતે હોય દરમિયાન આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા,ભરત ઓડેદરા, રામભાઈ મેર બોખીરા અને ત્રણ અજાણ્યા માણસોએ ભેગા મળીને બે ફોર વ્હીલ કારમાં આવી સામતભાઈને ગાળો આપી લાકડાના ધોકા તથા પાઈપ વડે માર મારી ગંભીર ઈજા કરી હત્યા કરી નાખી હતી.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.