મોરબી : ટંકારા પડધરી વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો હતો. જન્માષ્ટમીમાં અતિવૃષ્ટિથી પાકનું ધોવાણ થયા બાદ પાછોતરા વરસાદથી ખેડૂતોની માઠી દશા થઈ ગઈ છે. તેથી અતિભારે વરસાદથી થયેલા નુંકસાનીનો સર્વે કરવા દુર્લભજી દેથરીયાએ કૃષિ મંત્રીને રજુઆત કરી છે.
ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ કૃષિ મંત્રીને રજુઆત કરી છે.કે, મારા મતવિસ્તાર ટંકારા, પડધરી, તથા મોરબી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી અંદાજીત ૫ થી ૭ ઈંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક તેમજ કપાસ પાકને નુકસાની થયેલ હોય જે નુકસાનીનું રી-સર્વે કરી ખેડુતોને સહાય આપવા મારી આપ સાહેબશ્રીને ભલામણ સાથે વિનંતી છે.
