મોરબી : મોરબી નગરપાલિકા અને રોટરી કલબ મોરબી દ્વારા દિવાળી નિમિતે રંગારંગ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. દીપાવલીમ દરેક ઘરના આંગણામાં રંગોળી બનાવાતી હોય જેને ધ્યાને લઈને રોટરી કલબ અને નગરપાલિકા દ્વારા આગામી તા.29 ઓકટોબરના રોજ બપોરે 2.30થી સાંજના 4 વાગ્યા સુધી મયુરપુલની ફૂટપાથ ઉપર ઓપન મોરબી રંગોળી હરીફાઈ યોજાશે. આ રંગોળી હરીફાઈમાં ભાગ લેવા માટે રોટ. રશેષ મહેતા અને બંસી શેઠ પાસે રજિસ્ટ્રેશન કરાવી લેવા અને રંગોળી હરીફાઈમાં માયુરપુલની ફૂટપાથ ઉપર દોરેલી મનમોહક રંગોળી સાંજે 7 વાગ્યે નિહાળી શકાશે તેમ રોટરી કલબની યાદીમાં જણાવ્યું છે.
