મોરબી :મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણા – અમદાવાદ હાઇવે ઉપર કારમાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે અને કાર માળીયા તરફ આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વોચ ગોઠવતા અણીયારી ટોલનાકા નજીક રોહિશાળા ગામના પાટિયા નજીકથી જીજે – 01 – કેક્યું – 8450 નંબરની કાર મળી આવતા કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 427 બોટલ કિંમત રૂપિયા 1,91, 051 મળી આવતા પોલીસે 10 લાખની કાર સહિત 11,91,051નો મુદ્દામાલ કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવતા માળીયા પોલીસે આગળની તપાસનો દૌર સંભાળ્યો છે.

